હવામાન વિભાગે આજે ગુજરાત, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભમાં હીટ વેવની આગાહી કરી છે, જ્યારે કોંકણ, ગોવા અને તટિય કર્ણાટકમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગે આજે દક્ષિણ તામિલનાડુમાં ભારેથી અતિ ભારે વરસાદ અને આજે તથા આવતી કાલે તામિલનાડુ, પુડુચેરી અને કેરળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, દિલ્હી-એનસીઆરમાં લઘુતમ અને મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો થશે. આગામી બે દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં મહત્તમ તાપમાનમાં ક્રમશઃ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
Site Admin | માર્ચ 11, 2025 2:16 પી એમ(PM)
હવામાન વિભાગે આજે ગુજરાત, દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને વિદર્ભમાં હીટ વેવની આગાહી કરી
