હવામાન વિભાગે આજે ઓડિશા તેમજ ઉત્તર – પૂર્વના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર પૂર્વ મધ્ય બંગાળની ખાડી ઉપર સર્જાયેલા ડિપ્રેશનને કારણે ચક્રવાતી તોફાન ‘દાના’ સર્જાતા કાંઠા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
દરમિયાન તટિય પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં આજે અને આવતીકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન એજન્સીએ આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ તરફ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાપમાન સૂકું રહેશે
Site Admin | ઓક્ટોબર 23, 2024 2:21 પી એમ(PM) | હવામાન