હવામાન વિભાગે આજે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આકાશવાણી સાથે વાત કરતા હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. સોમા સેન રોયે જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશના પશ્ચિમી ભાગો, પૂર્વ રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ અને અતિવૃષ્ટિની સંભાવના છે.
જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં દિવસભર મધ્યમ વરસાદ ચાલુ રહેશે. શહેરના કેટલાક ભાગોમાં કરા અને વાવાઝોડાની પણ શક્યતા છે.
Site Admin | ડિસેમ્બર 27, 2024 2:36 પી એમ(PM) | હવામાન વિભાગ