હવામાન વિભાગે આજે ઉત્તરાખંડ, આસામ અને મેઘાલયમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણથી ચાર દિવસ માટે હિમાચલ પ્રદેશ, પંજાબ, રિયાણા, ચંદીગઢ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં ભારે વરસાદ યથાવત રહેશે.
ગુજરાત અને પશ્ચિમ કાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગની માસિક આગાહી પ્રમાણે જુલાઇ મહિનામાં દેશભરમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડશે. ચોમાસાની ઋતુનાં બીજા ભાગમાં લા નિના સ્થિતિ સર્જાવાની સંભાવના છે.
Site Admin | જુલાઇ 2, 2024 3:54 પી એમ(PM) | હવામાન