હવામાન વિભાગે આજે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં છુટાછવાયા વિસ્તારોમાં શીતલહેરની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ અને યુપીનાં કેટલાંક વિસ્તારોમાં આવતી
કાલ સુધી રાત્રિ અને વહેલી સવારે અત્યંત ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગે આજે સિક્કિમ, અરૂણાલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં છુટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલયનાં વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસલનો ઘટાડો થવાની સંભાવના છે.
Site Admin | જાન્યુઆરી 7, 2025 10:06 એ એમ (AM) | હવામાન વિભાગે