હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તરપૂર્વીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હવાના ઓછા દબાણની પરિસ્થિતિ સર્જાતા આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશા સહિત દેશના પૂર્વીય ભાગોમાં પણ આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. આગામી બે દિવસ દરમિયાન કેરળ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 11:28 એ એમ (AM)
હવામાન વિભાગે આજે અને આવતીકાલે ઉત્તરપૂર્વીય ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી
