હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કહ્યું છે કે 11 સપ્ટેમ્બર સુધી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. તેલંગાણા, તટીય કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં નવમી સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની સંભાવના છે. રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી બે દિવસ સુધી વરસાદી વાતાવરણ રહેશે. આ ઉપરાંત ઉત્તરપૂર્વ ભારત, આંદામાન નિકોબાર ટાપુઓ, ઓડિશા, પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટી અને સિક્કિમમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:36 એ એમ (AM) | ભારે વરસાદ