ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 10, 2024 8:07 એ એમ (AM) | વરસાદ

printer

હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાંક ભાગોમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. આવતીકાલે મધ્ય ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છુટોછવાયો ભારે વરસાદ થઇ શકે છે. જ્યારે અન્ય સ્થળોએ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂકાઇ શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
બીજીતરફ આજે સવારે નવસારીમાં વરસાદ વરસ્યો હતો. ગત રાત્રે 2 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો. પરંતુ સવારે 4થી 6 વાગ્યા સુધીના 2 કલાકમાં 73 મિલીમીટર એટલે કે, લગભગ 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
રાત્રે 2 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીમાં ગણદેવીમાં 83 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સવારે 4 થી 6 વાગ્યા દરમિયાન ચીખલીમાં 20 મિલીમીટર વરસાદ પડ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ