હવામાન વિભાગે આગામી સાત દિવસ રાજ્યભરમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. હવામાન ખાતાના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક થી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની પણ સંભાવના છે.દરમિયાન રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સૌથી ઓછું 11.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગરમાં નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.7 ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. અમદાવાદમાં 15.9 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી અને સુરતમાં 20.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
Site Admin | નવેમ્બર 27, 2024 10:31 એ એમ (AM)