હવામાન વિભાગે આગામી સાત દિવસ સમગ્ર રાજ્ય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક અશોકકુમાર દાસે જણાવ્યું કે, રાજ્યમાં સામાન્ય રીતે ચોમાસું 17 સપ્ટેમ્બર સુધી વિદાય લેવાનું હતું, પરંતુ હાલની આગાહીને જોતા હવે રાજ્યમાં પાંચ ઑક્ટોબર સુધી ચોમાસું રહે તેવી આગાહી છે.
સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં 16 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સવા ચાર ઇંચ વરસાદ વલસાડના પારડી તાલુકામાં વરસ્યો હતો. જ્યારે પોણા 2 ઇંચ વરસાદ વાપી તાલુકામાં અને અન્ય તાલુકાઓમાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયાના અહેવાલ છે.