હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, સપ્તાહ દરમિયાન ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર, લડાખ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી આસામ, મેઘાલય અને ત્રિપુરામાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 કલાક દરમિયાન કેરળ અને અને લક્ષદ્વિપમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.
દરમિયાન, ત્રિપુરામાં છેલ્લાં 72 કલાકથી અવિરત વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન ખોરવાઈ ગયું છે. સાવચેતીનાં પગલા રૂપે રાજ્ય સરકારે આવતી કાલે રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ડોક્ટર માણિક સાહાએ આજે સવારે કેન્દ્રીય ગૃહત્રી અમિત શાહ સાથે પુરની કટોકટી અંગે ચર્ચા કરી હતી. શ્રી શાહે મુખ્યમંત્રીને કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ સહાયની ખાતરી આપી હતી.
Site Admin | ઓગસ્ટ 21, 2024 8:07 પી એમ(PM)