હવામાન વિભાગે આગામી સાત દિવસોમાં દેશના વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર ઉત્તર પૂર્વીય અને પશ્ચિમ હિમાલય વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. તો પૂર્વીય રાજ્યોમાં પણ આગામી ત્રણથી ચાર દિવસમાં સમાન સ્થિતિ રહી શકે છે.
ઉપરાંત પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કીમ, ઝારખંડ, આસામ, મેઘાલય, બિહાર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, કોંકણ, તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈકેનાલ, કેરળ, માહે, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, જમ્મૂ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટીસ્તાન, મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં 14 ઑગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
Site Admin | ઓગસ્ટ 9, 2024 11:27 એ એમ (AM) | વરસાદ