હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી છે. પવનની દિશા બદલાતા 15 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત, સૌરાષ્ટ અને કચ્છમાં મહતમ તાપમાન 40 થી 44 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ ખાતે હીટવેવને પગલે યલો એલર્ટની અને16 અને 17 એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટ ખાતે યલો એલર્ટની જાહેરત કરવામાં આવી છે.છેલ્લાં 24 કલાક દરમિયાન કંડલા એરપોર્ટ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 43 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ હતું.
Site Admin | એપ્રિલ 12, 2025 8:59 એ એમ (AM)
હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના મહતમ તાપમાનમાં 02 થી 03 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી કરી
