હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં ગાઢથી અતિ ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પેટા-હિમાલય પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશમાં પણઆ જ સ્થિતિ રહેશે. આકાશવાણી સાથેની મુલાકાતમાં હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિકડોક્ટર સોમા સેન રોયે જણાવ્યું કે, પશ્ચિમી વિક્ષોભને કારણે આવતી કાલે ઉત્તર પશ્ચિમભારતમાં હવામાન પર અસર થવાની સંભાવના છે.દરમિયાન, જમ્મુ કાશ્મીર અને લડાખમાં અનેક સ્થળોએ શીતલહેર યથાવત રહેતાં લઘુતમ તાપમાન માઇનસમાં જતુ રહ્યું છે. સૌથી ઓછું તાપમાન લદ્દાખના દ્રાસમાં માઇનસ 23 ડિગી નોંધાયું હતું. પર્યટક સ્થળ ગાંદરબલમાં માઇનસ 12.8 અને લેહમાં માઇનસ 13 ડિગ્રી સેલ્સિયલ તાપમાન રહ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 17, 2025 6:56 પી એમ(PM) | હવામાન વિભાગે