હવામાન વિભાગે આગામી બે દિવસ ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પશ્ચિમ વિક્ષેપ અને પૂર્વીય પવનોન અસરને પગલે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં 27 અને 28 ડિસેમ્બરનાં રોજ ભારે ગાજવીજ સાથે ભારે પવન ફુંકાવાની શક્યતા છે.
હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખનાં છુટાછવાયા વિસ્તારોમાં 30 ડિસેમ્બર સુધી અતિ ભારે ઠંડીનું મોજું પ્રવર્તવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 7:57 પી એમ(PM) | હવામાન વિભાગ