ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 24, 2024 8:03 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આગામી બે દિવસ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લડાખ, પંજાબ, હરિયાણામાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી

હવામાન વિભાગે આવતી કાલ સુધી હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, લડાખ, પંજાબ હરિયાણા અને ચંદીગઢમાં ઠંડીનું મોજું રહેવાની આગાહી કરી છે.હવામાન વિભાગે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પેટા હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર તથા પૂર્વોત્તરનાં રાજ્યોમાં આગામી બે દિવસ સુધી રાત્રે અને સવારનાં કલાકોમાં ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી કરી છે.દરમિયાન, અમારા ચંદીગઢના પ્રતિનિધિ જણાવે છે કે, હિમાચલ પ્રદેશમાં સિમલા તથા ઊંચાઈવાળા અન્ય વિસ્તારોમાં નાતાલ અને નવા વર્ષ પૂર્વે બરફવર્ષા થતાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રવાસીઓ સિમલા, કુફરી, નારકંડા, મનાલી અને ડેલહાઉસી જેવા સ્થળોએ બરફવર્ષાની મોજ માણી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ