હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરવાની આગાહી કરી છે. આજે તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને દરિયાકાંઠાના કર્ણાટકમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની શક્યતા છે. આવતીકાલ સુધી આસામ અને મેઘાલયમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી 3 થી 4 દિવસમાં ઉત્તર, ઉત્તરપૂર્વ અને પૂર્વ ભારતમાં વીજળી, ગાજવીજ અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
Site Admin | એપ્રિલ 16, 2025 9:28 એ એમ (AM)
હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરવાની આગાહી કરી
