હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં તાપમાન યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન તાપમાનમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આગામી દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન પણ એકાદ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે, જેથી વર્ષ 2025ની શરૂઆતમાં ઠંડીનું પ્રમાણ ઓછું વર્તાશે, તેમ હવામાન વિભાગના નિદેશક એ. કે. દાસે જણાવ્યું હતું.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું છે. જ્યારે કચ્છના ભુજ, કંડલા હવાઈમથક, પોરબંદર, રાજકોટ, જુનાગઢના કેશોદ, બનાસકાંઠાના ડીસા જેવા શહેરોમાં લઘુત્તમ તાપમાન 10થી 13 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 2, 2025 8:54 એ એમ (AM)