રાજ્યમાં વહેલી સવારે અને મોડી રાત્રે તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સૌથી ઓછું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ગાંધીનગર ,નલિયા અને કંડલા એરપોર્ટ ખાતે નોંધાયું હતું. અમરેલી, રાજકોટ, મહુવા, કેશોદ વડોદરામાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંઘાયું હતું.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે.
Site Admin | નવેમ્બર 20, 2024 10:49 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | Gujarat | હવામાન | હવામાન વિભાગ