ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 30, 2024 2:17 પી એમ(PM) | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડાની આગાહી કરી હોવાથી દિલ્હી સહિતનાં રાજ્યોમાં નવાં વર્ષમાં ભારે ઠંડીનો અનુભવ થશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, જમ્મુ કાશ્મીર, લડાખ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેર પ્રવર્તશે. હિમાચલ પ્રદેશનાં કેટલાંક ભાગોમાં અત્યંત ભારે ઠંડીનો અનુભવ થશે. આજે રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં પણ ભારે ઠંડી પડશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામ બેથી ત્રણ દિવસ માટે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, આસામ, મેઘાલય તથા ઇશાન ભારતનાં રાજ્યોમાં રાત્રે અને વહેલી સવારે અતિશય ગાઢ ધુમ્મસ જોવા મળશે.
આગામી ત્રણ દિવસ માટે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં લઘુતમ તાપમાનમાં ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયલનો ઘટાડો થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ