ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 7, 2024 7:41 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી દિવસોમાં ધીમેધીમે વરસાદ ઓછી થવાની આગાહી કરી છે.હવામાન વિભાગે આવતીકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મધ્ય ગુજરાતના મહિસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. જ્યારે ત્યારબાદના છ દિવસ દરમિયાન વરસાદની શક્યતા નહીવત હોવાની આગાહી કરી છે.. જ્યારે આજે સવારના છ વાગ્યાથી અત્યાર સુધીમાં 35 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ વરસ્યો છે..જેમાં સૌથી વધુ વલસાડના વાંસદામા બે ઇંચ, ડાંગના વઘઇમાં પોણા બે અને ભરૂચના વાલિયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.. આ ઉપરાંત અમદાવાદમાં આજે દિવસ દરમિયાન એક ઇંચ કરતાં ઓછો વરસાદ પડ્યો હતો જ્યારે વાસણા બેરેજના છ દરવાજા ખોલીને 11 હજાર 986 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર જીલ્લાના કડાણા ડેમમાંથી વધુ એકવાર પાણી છોડવામાં આવશે.. હાલ રાજસ્થાનમાં આવેલો બજાજ સાગર ડેમ ભયજનક સપાટીએ પહોંચી જતા બજાજ સાગર ડેમના ગેટ ખોલી પાણી છોડતા હાલ કડાણા ડેમની આવકમાં વધારો થયો છે, જેને લઈ નદી કાંઠાના 23
ગામોને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ