હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે હાલમાં ઉત્તર પશ્ચિમ રાજસ્થાન પર
એન્ટી સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેને કારણે રાજ્યમાં તાપમાનનું પ્રમાણ વધ્યું છે.આગામી ત્રણ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ફેરફારની શક્યતાઓ
નહિવત છે, પરંતુ ત્યારબાદ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતાઓ છે.દરમ્યાન, અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, ભાવનગર
શહેર સહિત જિલ્લામાં ચૈત્ર માસ જેવી ગરમી શરૂ થઈ ગઈ છે ભાવનગર શહેરમાં આજે 39.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા લોકો ગરમીથી અકળાયા હતા.
Site Admin | માર્ચ 10, 2025 7:27 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હિટ વેવની આગાહી કરી છે
