ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા દર્શાવી છે. બનાસકાંઠા અને પાટણમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ અલર્ટ અપાયું છે. જ્યારે અન્ય વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરાયું છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમ જ મોરબી અને કચ્છમાં આવતીકાલે કેટલાંક વિસ્તારમાં છૂટોછવાયો તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે.રાજ્યના ગઈકાલે સવાર છથી આજે રાત્રે બે વાગ્યા સુધી 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ પાટણના સાંતલપુર તાલુકામાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાધનપુરમાં સવા બે ઈંચ, શંખેશ્વર તાલુકામાં અને બનાસકાંઠાના લાખાણીમાં બે-બે ઈંચ તથા સાબરકાંઠાના પોશીના, મહેસાણાના કડી અને બનાસકાંઠાના સૂઈગામમાં 1-1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.આ તરફ રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થયો છે. મધ્યપ્રદેશના ઉપરવાસમાંથી પાણી આવવાથી 2 લાખ 14 હજાર 91 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલતમાં ડેમના 15 દરવાજા સવા બે મીટર ખોલવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ