હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી દેશના દક્ષિણ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ મહિનાની 18 તારીખ સુધી કેરળ, લક્ષદ્વીપ, તમિલનાડુ, દક્ષિણ આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વિભાગે આગામી છ દિવસ દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને પૂર્વ ભારતમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર-પૂર્વ ભારતમાં મુશળધાર વરસાદની શક્યતા છે. આ સપ્તાહ દરમિયાન મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગોવા, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, જમ્મુ અને કાશ્મીર, હરિયાણા અને દિલ્હીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.હવામાન વિભાગે ઓડિશામાં આગામી બે દિવસ અને અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં આ મહિનાની 19મી તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.
Site Admin | ઓગસ્ટ 15, 2024 2:38 પી એમ(PM) | હવામાન વિભાગ