હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પૂર્વ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 25 ઑગસ્ટ સુધી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની સંભાવના છે.
ત્રિપુરામાં સતત વરસાદના કારણે ખોવઈ અને ધલાઈ જિલ્લા પ્રશાસને આજે સરકારી અને ખાનગી શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જ્યારે અગરતલા એરપોર્ટ પર છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 100 મિલીમીટર વરસાદ નોંધાયો છે.
તો આ તરફ હવામાન વિભાગે કેરળના છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપી છે.
કેરળ અને લક્ષદ્વીપના દરિયાકાંઠે 55 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાને પગલે માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 21, 2024 2:14 પી એમ(PM)
હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી દેશના પૂર્વ, ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું
