હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર સારો રહેશે કારણ કે આ દિવસે ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવન રહેશે. આ સાથે જ ઠંડીનું પ્રમાણ પણ યથાવત રહેવાની સંભાવના છે તદુપરાંત પવનની ગતિ 10 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે જે પતંગરસીકો માટે અનૂકુળ રહેશે.
પવનની દિશા બદલાતા રાજ્યભરના નાગરિકોને આગામી 48 કલાક ઠંડીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વેસ્ટન ડિસ્ટર્બન્સને લીધે બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો થશે.
Site Admin | જાન્યુઆરી 9, 2025 8:01 પી એમ(PM) | હવામાન વિભાગ