દિલ્હી અને એનસીઆરના વિસ્તારોમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. ધૂમ્મ્સને કારણે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાન મથકે કેટલીક ફ્લાઇટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જમ્મૂ કાશ્મીરમાં બરફ વર્ષાને કારણે દિલ્હી અને એનસીઆર તેમજ ઉત્તર ભારતના કેટલાર ભાગોમાં હવામાનમાં ફેરફાર આવ્યો છે.
હવામાન વિભાગે દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આગામી બેથી ત્રણ દિવસ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉક્ટર આર. કે. જેનામણિએ આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું કે પંજાબ અને હરિયાણામાં છેલ્લા બે ત્રણ દિવસથી ધુમ્મસની સ્થિતિ છે. જે આગામી થોડા દિવસ યથાવત રહેશે, આથી લોકોને સાવચેતી પૂર્વક વાહન ચલાવવા માટેની સલાહ છે.
Site Admin | નવેમ્બર 13, 2024 7:44 પી એમ(PM)