હવામન વિભાગે ગુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમા ભારે વરસાદની આગાહી કરી છે. તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈ કેનાલ અને અરૂણાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર આવતીકાલે બંગાળની ખાડીના મધ્યભાગમાં ચક્રવાતની સ્થિતિ સર્જાઈ શકે છે. જેને પગલે ઉત્તર પૂર્વ, પશ્ચિમ તેમજ દક્ષિણના તટિય ભાગોમાં આગામી બે દિવસમાં વરસાદ વરસી શકે છે.
હવામન વિભાગ અનુસાર આગામી બે દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર તેમજ બિહારના કેટલાક ભાગોમાંથી દક્ષિણ-પશ્ચિમ ચોમાસું લાંબુ ખેંચાવા માટેની અનૂકૂળ સ્થિતિ સર્જાઈ શકે છે.
Site Admin | ઓક્ટોબર 11, 2024 9:48 એ એમ (AM) | વરસાદ