હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે…
ગાંધીનગર જીલ્લાના પોલીસ વડા દ્વારા ચ-0 સર્કલ પાસે વાહનચાલકો તેમજ શાળાના બાળકોને અઢીસો જેટલા રાષ્ટ્રધ્વજનું વિતરણ કરી અભિયાનમાં સહભાગી થવા અપીલ કરાઇ…
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તમામ નગરસેવકના બજેટમાંથી એક લાખ રૂપિયા ફાળવીને દરેક વોર્ડમાં 21 હજાર તિરંગાનું વિતરણ કરવામાં આવશે.
રાજકોટમાં 10મીએ યોજાનાર હર ઘર તિરંગા યાત્રા અંગે મહાનગરપાલિકાના કમિશ્નરે આજે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે ગ્રામ્ય, તાલુકા તથા શહેરી વિસ્તારમાં વોર્ડ મુજબ વધુમાં વધુ લોકો આ પર્વમાં જોડાય તે માટે કાર્ય કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે લોકોને અને વિવિધ મંડળીઓ, દુકાનધારકો, શાળા- કોલેજો અને અન્ય સંસ્થાઓને આ અભિયાનમાં જોડાઇને પોતાના ઘર તેમજ કામના સ્થળે તિરંગો લહેરાવાની અપીલ કરી હતી.
બીજી તરફ, જામનગરમાં હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જીલ્લામાં સાડા ત્રણ લાખથી વધુ તેમજ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં કુલ સાડા સાત લાખથી વધુ તિરંગા ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું છે.
આણંદમાં નગર શિક્ષણ સમિતિ દ્વારા આ અભિયાનની ઉજવણીના ભાગરૂપે ચિત્ર સ્પર્ધા યોજાઈ.. જેમાં જિલ્લા કલેકટરે ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
પંચમહાલ જિલ્લા કલેક્ટરના જણાવ્યા અનુસાર, આગામી ૧૨મીએ તાલુકા કક્ષાએ તથા ૧૩મીએ જિલ્લા કક્ષાએ ત્રિરંગા યાત્રાનું આયોજન કરાવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 8, 2024 8:07 પી એમ(PM) | હર ઘર તિરંગા
હર ઘર તિરંગા યાત્રા અભિયાનના ભાગરૂપે રાજ્યભરમાં લોકજાગૃતિના અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે
