હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે
ડ્રગ્સ સામેનું અભિયાન: ‘નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો છે’, ‘Say no to Drugs’ અવેરનેસ સ્લોગન સાથે ટેબ્લો મારફતે જનજાગૃતિ ફેલાવવામાં આવી છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી કરતી બોટનું મોડેલ દર્શાવીને ગુજરાત પોલીસ દ્વારા ડ્રગ્સ સામે ચલાવવામાં આવતી કડક કાર્યવાહીને રજૂ કરવામાં આવી છે. આ ટેબ્લો ત્રણ મહાનગરો સુરત, વડોદરા અને અમદાવાદ ખાતે યોજાનાર તિરંગા યાત્રામાં પણ જોડાશે.
Site Admin | ઓગસ્ટ 10, 2024 7:51 પી એમ(PM)
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે રાજકોટથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં ગુજરાત પોલીસ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે