ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગૃહરાજયમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે એન્ટી નાર્કોટીક્સ યુનિટ-1નું ઉદઘાટન કર્યું હતું. સુરત પોલીસ દ્વારા આ પહેલનું નામ ‘નો ડ્રગ્સ ઇન સુરત સિટી’ અભિયાન રાખવામાં આવ્યું છે.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં સૌપ્રથમ વખત આ યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી પોલીસ ડ્રગ્સ અને એનડીપીએસમાં આરોપીઓને પકડતી હતી અને નશાનો કારોબાર રોકવાનો પ્રયત્ન કરતી હતી. પરંતુ હવે સુરત પોલીસ આ અભિયાન થકી સમાજસેવાનું કાર્ય પણ કરશે.
સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સમાજમાં ડ્રગ્સના બંધાણીઓને નશાની લતમાંથી છોડાવવાનો પ્રયત્ન કરશે. એન્ટી નાર્કોટીક્સ યુનિટ એ એક પ્રકારનું પોલીસ સંચાલિત ડ્રગ્સ સામેનું રિહેબ સેન્ટર બનશે. આ સેન્ટરમાં આવનાર નશાના બંધાણીઓની પોલીસ સંપૂર્ણ રીતે ઓળખ ગુપ્ત રાખશે અને તેની સામે કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહિં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ