હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેનાં પ્રચારનો આજે સાંજે અંત આવ્યો છે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણામાં શનિવારે એક જ તબક્કામાં મતદાન થશે. આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણીની મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક્ઝિટ પૉલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો ઉલ્લંઘન કરનારાઓને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે.ચૂંટણી પંચે જણાવ્યું છે કે, જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં ત્રણેય તબક્કામાં એકંદરે 63 પૂર્ણાંક 88 ટકા મતદાન નોંધાયું છે. પુરુષ મતદારોએ 64 પૂર્ણાંક 68 ટકા અને મહિલા મતદારોએ 63 ટકા મતદાન કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 6:44 પી એમ(PM)
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેનાં પ્રચારનો આજે સાંજે અંત આવ્યો
