હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે. 90 વિધાનસભા બેઠક ધરાવતા હરિયાણા રાજ્યમાં આ શનિવારે 5મી ઑક્ટોબરે એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે આગામી આઠમી ઑક્ટોબરે જમ્મુ-કાશ્મીરની સાથે હરિયાણા ચૂંટણી માટે મતગણતરી કરાશે. દરમિયાન ચૂંટણી પંચે રાજ્યમાં પાંચમી ઑક્ટોબરે સાંજે સાડા 6 વાગ્યા સુધી એક્ઝિટ પૉલ જાહેર કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આનો ઉલ્લંઘન કરનારાઓને સજા અને દંડનો સામનો કરવો પડી શકે છે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 9:26 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | India | newsupdate | વિધાનસભા ચૂંટણી
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ આજે શાંત થશે.
