ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 18, 2024 9:30 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #Hariyana | India | ચૂંટણી

printer

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે.

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે સોમવારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો અંતિમ દિવસ હતો, જે બાદ ચૂંટણી માટે હવે કુલ 1 હજાર 31 ઉમેદવારો મેદાનમાં છે. હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે માહિતી આપતા જણાવ્યું કે, 101 મહિલા ઉમેદવારો ચૂંટણી લડી રહી છે. જ્યારે 462 ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં એક તબક્કામાં યોજનારી ચૂંટણી માટે આગામી મહિનાની 5મી તારીખે મતદાન થશે.
દરમિયાન રાજ્યમાં ચૂંટણી પ્રચાર વેગવાન બન્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે ભિવાની અને ફરીદાબાદમાં ચૂંટણી સભા સંબોધી હતી. ભિવાની રેલીમાં તેમણે કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે, પાર્ટી અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગો માટે અનામતની વિરુદ્ધ છે. ફરીદાબાદમાં રેલીને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, ભાજપ સમાજના કલ્યાણ માટે કામ કરે છે અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ માત્ર તેમના પરિવારના કલ્યાણ માટે કામ કરે છે.
અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે ભાજપે તિગાંવ વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય રાજેશ નાગરને મેદાનમાં ઉતાર્યા છે. હરિયાણા સરકારમાં બે વખત મંત્રી અને ધારાસભ્ય રહેલા મૂળચંદ શર્મા બલ્લબગઢ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ