હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપિન્દર સિંહ હુડ્ડા ગઢી સાંપલા કિલોઈ
બેઠક પરથી ચૂંટણી લડશે. હોડલમાંથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ઉદય ભાનને મેદાનમાં
ઉતારવામાં આવ્યા છે. ગઈકાલે કોંગ્રેસમાં સામેલ થયેલી કુસ્તીબાજ વિનેશ ફોગટને
જુલાનાથી ટિકિટ મળી છે. રાજ્યના પૂર્વ મંત્રી ગીતા ભુક્કલ ઝજ્જરથી ચૂંટણી લડશે.
વર્તમાન વિધાનસભ્ય ચિરંજીવ રાવને રેવાડીથી ફરીથી ટિકિટ આપવામાં આવી છે.
નોંધનીય છે કે, હરિયાણા વિધાનસભાની તમામ 90 બેઠકો માટે 5મી ઓક્ટોબરે
મતદાન થશે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 3:15 પી એમ(PM)
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટેકોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી જાહેર કરી છે
