હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. જાહેરનામું બહાર પડતાં જ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 12 તારીખ છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 13 તારીખે કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન થશે અને મતગણતરી 8 ઓક્ટોબરે થશે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 10:14 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #Hariyana