હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવા જઈ રહ્યું છે. આ માટે 90 જેટલા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું કે આ મતગણતરી કેન્દ્રો તમામ 22 જિલ્લાઓના મુખ્ય મથકો ખાતે બનાવવામાં આવ્યા છે. કાલકા અને પંચકૂલા વિધાનસભા વિસ્તારોમાં થયેલા મતદાનના મતોની ગણતરી પંચકૂલામાં તેમજ નારાયણગઢ, અંબાલા કેન્ટ, અંબાલા સિટી અને મુલના વિસ્તારોની મતગણતરી અંબાલામાં બનાવાયેલા ચાર કેન્દ્રો પર કરવામાં આવશે.
તો યમૂના નગર જિલ્લાની ચાર બેઠકો માટે મતગણતરી યમુના નગરમાં બનાવાયેલા કેન્દ્રો પર થશે. આ રીતે જિલ્લાના દરેક મુખ્ય મથકે જે – તે જિલ્લાની વિધાનસભા બેઠકો માટે મતગણતરી થશે. સીસીટીવી કૅમેરા દ્વારા પ્રત્યેક સ્ટ્રૉંગ રૂમનું નિરીક્ષણ કરવામાં આવશે. ઇલેક્ટ્રૉનિક વૉટિંગ મશીનોને ત્રણ સ્તરીય સુરક્ષામાં રાખવામાં આવ્યા છે. સ્ટ્રૉંગ રૂમની સુરક્ષા માટે હરિયાણા પોલીસ અને અર્ધસૈનિક દળો તૈનાત કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:23 પી એમ(PM)
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આવતીકાલે મતગણતરી થવા જઈ રહ્યું છે
