ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 10:04 એ એમ (AM) | મતદાન

printer

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન શરૂ

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન શરૂ થયું છે. સવારે 7 વાગ્યે શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યે પૂર્ણ થશે. આ ચૂંટણીમાં બે કરોડ ત્રણ લાખથી વધુ મતદારો 1 હજાર 31 ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. સમગ્ર રાજ્યમાં કુલ 20 હજાર 632 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગ્રવાલે જણાવ્યું હતું કે, મુક્ત, ન્યાયી અને સરળ મતદાન સુનિશ્ચિત કરવા માટે વેબકાસ્ટિંગ સુવિધા સાથે તમામ મતદાન મથકો પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. બે પરંપરાગત હરીફો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે.
બંને પક્ષોએ 89 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જો કે રાજકીય નીરિક્ષકોનાં જણાવ્યા પ્રમાણે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોક દળ, બસપા અને જન નાયક જનતા પાર્ટી- JJP નાં ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિપાંખીય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે પાંચ-પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ