હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે. બે પરંપરાગત હરીફો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. બંને પક્ષોએ 89 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જો કે રાજકીય નીરિક્ષકોનાં જણાવ્યા પ્રમાણે કેટલીક બેઠકો પર આમ આદમી પાર્ટી, ઇન્ડિયન નેશનલ લોક દળ, બસપા અને જન નાયક જનતા પાર્ટી- JJP નાં ઉમેદવારો પણ મેદાનમાં હોવાથી મુકાબલો ત્રિપાંખીય બન્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે પાંચ-પાંચ બેઠકો પર વિજય મેળવ્યો હતો.
Site Admin | ઓક્ટોબર 4, 2024 7:52 પી એમ(PM) | મતદાન
હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે
