પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના કૈથલમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર સ્થળ પર તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે.
શ્રી મોદીએ જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને બે લાખ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હરિયાણાના કૈથલ જિલ્લામાં આજે કાર નહેરમાં પડી જતાં એક જ પરિવારની ત્રણ મહિલાઓ અને ચાર છોકરીઓના મોત થયા હતા. કારમાં એક પરિવારના આઠ સભ્યો સહિત નવ લોકો સવાર હતા.
મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામની સીમમાં આવેલી સ્ટીલ ઇનોકસ સ્ટેઇનલેસ કંપનીમાં માટીની ભેખડ પડતા નવ મજૂરોના મોત થયા છે. જ્યારે એક મજૂરનો બચાવ થયો હતો.. સ્ટીલની કંપનીમાં 20 ફૂટ જેટલી મોટી ટાંકીનુ ચણતરનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક જ આ ઘટના ઘટી હતી. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. નવ મજૂરોના મૃતદહે બહાર કઢાયા હતા.જેમાં એક જ પરિવારના ચાર લોકોના મોત થયા હતા. આ તમામ મજૂરો પંચમહાલ જીલ્લાના રહેવાસી હતી..
દુર્ઘટનાની જાણ થતા જ રાજ્યના મુખ્યમંત્રીએ શોકની લાગણી વ્યક્ત કરીને મૃતકોના વારસદારોને ચાર- ચાર લાખની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તને પચાસ હજારની જાહેરાત કરી છે. આ દુખદ ઘટનાની માહિતી મળતા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કર્યું હતું. પ્રધાનમંત્રીએ મૃતકોના વારસદારને બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તને પચાસ હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.