પાંચમી ઑક્ટોબરે યોજાનારી હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે આજે વધુ બે ઉમેદવારો સાથેની પાંચમી યાદી જાહેર કરી છે.પક્ષે નરેશ સેલવાલને ઉકલાના બેઠક પરથી જયારે જસબીર સિંહને નરનોંદ બેઠક પરથી ટિકિટ આપી છે.જોકે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોવા છતાં કૉંગ્રેસે હજુ સુધી સોહના અને ભિવાની બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી.નોંધનીય છે કે,પક્ષે કૈથલ બેઠક પરથી સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસુર જેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ આજે 19 ઉમેદવારોની છઠ્ઠી યાદી પ્રસિદ્ધ કરી છે.પક્ષે પંચકુલાથી પ્રેમ ગર્ગ,ફતેહાબાદથી કમલા બિસલાને ટિકિટ આપી છે. અંબાલા શહેરથી કેતન શર્મા અને દાદરી બેઠક પરથી ધનરાજ કુંડું લડશે.
Site Admin | સપ્ટેમ્બર 12, 2024 2:19 પી એમ(PM) | હરિયાણા અને કાશ્મીર વિધાનસભા
હરિયાણા અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ
