હરિયાણામાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, EDએ આજે યમુનાનગરમાં ગેરકાયદેસર ખાણકામ અને મની લોન્ડરિંગ કેસમાં સોનીપતના કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પવારની ધરપકડ કરી હતી. ધકપકડ બાદ આરોપીને અંબાલા જિલ્લા અને સેશન્સ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેના નવ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા..
4 જાન્યુઆરીએ EDની ટીમે સોનીપતમાં સુરેન્દ્ર પવાર અને તેના સહયોગીઓના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ઈડીએ તેના ઘર અને ઓફિસમાંથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે યમુનાનગર, સોનીપત અને કરનાલમાં ગેરકાયદેસર ખનન કેસમાં દરોડા પાડ્યા હતા.