જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે.અત્યાર સુધીનાં વલણો પ્રમાણે જમ્મુ કાશ્મીરમાં જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુક્ત તથા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે.જમ્મુ કાશ્મીરમાં ભૂતપુર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લા બડગામ અને ગાંદરબાલ એમ બંને બેઠકો પર આગળ છે.કોંગ્રેસના પીરઝાદા મોહમ્મદ સઈદ અનંતનાગ બેઠક પર અને નેશનલ કોન્ફરન્સના અબ્દુલ મજીદ ભાટ અનંતનાગ પશ્ચિમ બેઠક પર આગળ છે.જમ્મુ કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ ગની લોન હાંડવારા, CPIMના મોહમ્મદ યુસુફ કુલગામ બેઠક પર સરસાઈ ધરાવે છે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ મોહમ્મદ મીર દોરુ બેઠક પર આગળ ચાલી રહ્યા છે.કેન્દ્રશાસિત પ્રદેશની 90 બેઠકો પર વર્તમાન વલણ મુજબ જમ્મુ કાશ્મીર
નેશનલ કોન્ફરન્સ 43 ભારતીય જનતા પાર્ટી 27 ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ 8 જમ્મુ કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી 2 બેઠકો પર આગળ છે. રાજ્યની 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન થયું હતું.દરમિયાન, હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજી વાર સરકાર બનાવવા જઈ રહી છે.છેલ્લાં અહેવાલ પ્રમાણે રાજ્યની 90 બેઠક માંથી ભાજપ 49 અને કોંગ્રેસ 34 બેઠકો પર સરસાઇ ધરાવે છે.મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા બેઠક પર અને કોંગ્રેસ નેતા તથા ભૂતુપુર્વ મુખ્યમંત્રી ભુપિન્દરસિંહ હુડા ગઢી સાંપલા બેઠક પર આગળ છે.ભાજપના મનોજ કુમાર પલવલની હાથિન બેઠક પર અને નિખિલ મદાન
સોનિપત બેઠક પર આગળ છે. કોંગ્રેસ વતી ઉમેદવારી કરનાર કુશ્તીબાજ વિનેશ ફોગાટ ઝુલાણા બેઠક પ્રારંભમાં પાછળ રહ્યા બાદ હાલમાં સરસાઇ ધરાવે છે.રાજ્યની 90 બેઠક પર વર્તમાન વલણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી 49, કોંગ્રેસ 34, ઇન્ડિયન નેશનલ લોકદળ 1 તથા અન્ય પક્ષ 6 બેઠક પર સરસાઈ ધરાવે છે.કેન્દ્રિય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે હરિયાણામાં ભાજપની સરસાઈ અંગે આ મુજબ પ્રતિક્રિયા આપી (બાઇટ શિવરાજસિંહ ચૌહાણે) કોંગ્રેસે હરિયાણામાં ચૂંટણીના પરિણામો ચૂંટણી પંચની વેબસાઇટ પર વિલંબથી અપડેટ કરવા બદલ ભારતીય જનતા પાર્ટીની ટીકા કરી હતી.કોંગ્રેસના નેતા
જયરામ રમેશે આ મુજબ જણાવ્યું.(બાઇટ કોંગ્રેસના નેતા જયરામ રમેશ)
Site Admin | ઓક્ટોબર 8, 2024 2:04 પી એમ(PM) | કાશ્મીર | ભારતીય જનતા પાર્ટી | હરિયાણા