હરિયાણા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી માટે આજે મતગણતરી કરવામાં આવી હતી. ભારતીય ચૂંટણી પંચના આંકડા અનુસાર, હરિયાણામાં ભારતીય જનતા પક્ષને 90 માંથી 45 બેઠક પર જીત મળતાં પક્ષ સતત ત્રીજી વખત સરકાર બનાવવા તરફ જઇ રહ્યો છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં 90માંથી સૌથી વધુ 42 બેઠક જમ્મુ અને કાશ્મીર નેશનલ કૉન્ફરન્સ પક્ષે જીતી છે. જ્યારે ભાજપે 29 બેઠક જીતી છે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સના ગઠબંધનને બહુમતી મળી છે.આ તરફ ગાંધીનગરમાં કમલમ્ ખાતે ગુજરાત ભાજપે હરિયાણાના વિજયની ઉજવણી કરી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું કે, ‘હરિયાણાની જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર અખૂટ વિશ્વાસ બતાવ્યો છે. જનતાએ ભાજપને ત્રીજી વખત સત્તા સોંપી છે.
Site Admin | ઓક્ટોબર 8, 2024 7:21 પી એમ(PM) | હરિયાણા