હરિયાણામાં આવતા મહિને પ્રથમ વૈશ્વિક મહિલા કબડ્ડીલીગ શરૂ થશે. સત્તાવાર રીતે વૈશ્વિક પ્રવાસી મહિલા કબડ્ડી લીગ (GPKL) નામ આપવામાં આવ્યું છે, આ સ્પર્ધામાં 15 થી વધુ દેશોની મહિલાએથ્લેટ ભાગ લેશે.
આ ઇવેન્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીને પ્રોત્સાહન આપવા, ઓલિમ્પિક ગેમ્સમાં કબડ્ડીની રમતને સમાવવાના પ્રયાસોને સમર્થન આપવા અને 2036 ઓલિમ્પિકની યજમાની માટે ભારતની બિડને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે.
આ લીગનો હેતુ મહિલા કબડ્ડીનાવૈશ્વિક વિકાસને આગળ વધારવાનો છે. આ સ્પર્ધામાં ઇંગ્લેન્ડ, પોલેન્ડ, આર્જેન્ટિના, કેનેડા અને ઇટાલી સહિત વિવિધ દેશોની ટીમો ભાગ લેશે.
Site Admin | ઓગસ્ટ 12, 2024 11:02 એ એમ (AM) | aakshvani | aakshvaninews