હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આજે રાજધાનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમનાં નિવાસસ્થાને મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટરે ગઈ કાલે મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈનીનાં નામની જાહેરાત કરતા આ મુલાકાત મહત્વપૂર્ણ છે. જોકે, પક્ષનું સંસદીય બોર્ડ અંતિમ નિર્ણય લેશે.
દરમિયાન, ગઈ કાલે નવી દિલ્હીમાં ભાજપ મુખ્ય કાર્યાલય ખાતે પક્ષના કાર્યકર્તાઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ હરિયાણા અને જમ્મુ કાશ્મીરના લોકોને શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે હરિયાણામાં અત્યાર સુધી 13 ચૂંટણીઓ થઈ છે, જેમાંથી 10 ચૂંટણીમાં હરિયાણાના લોકોએ દર પાંચ વર્ષમાં સરકાર બદલી છે. જો કે આ પહેલીવાર છે જ્યારે પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર સરકારને ફરી રાજ્યમાં તક મળી છે. જમ્મૂ કાશ્મીર મુદ્દે તેમણે કહ્યું કે એક દાયકો રાહ જોયા બાદ આખરે જમ્મુ કાશ્મીરમાં શાંતિપૂર્ણ વિધાનસભા ચૂંટણી યોજાઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી લડનારા તમામ પક્ષોમાં ભાજપનો વોટશેર સૌથી વધારે છે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 2:11 પી એમ(PM)
હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ આજે રાજધાનીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેમનાં નિવાસસ્થાને મુલાકાત કરી
