હરિયાણામાં આજે નવી સરકારની રચના માટેની પ્રક્રિયા શરૂ થશે.રાજ્યમાં ભારતીય જનતા પક્ષે સતત ત્રીજી વખત સરકાર બનાવી રહી છે.કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં કાર્યકારી મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવાની ઔપચારિકતા પૂર્ણ કરાશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આવતીકાલે નાયબ સૈની બીજી વખત મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે.સૈનીએ ગઈકાલે નવી સરકારના શપથગ્રહણ સમારોહની તૈયારીની સમીક્ષા પણ કરી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવની ઉપસ્થિતિમાં યોજાનારી ભાજપ ધારાસભ્ય દળની બેઠક અંગેની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.આજે યોજાનારી બેઠક બાદ રાજ્યપાલને મંત્રીપરિષદમાં સામેલ ધારાસભ્યોની યાદી સોંપવામાં આવશે.ત્યારબાદ રાજ્યપાલ આવતીકાલે શપથગ્રહણ માટે નાયબ સૈની અને મંત્રીઓને નિમંત્રણ આપશે.
Site Admin | ઓક્ટોબર 16, 2024 2:03 પી એમ(PM) | નાયબસિંહ સૈની
હરિયાણાના મુખ્યમંત્રી તરીકે નાયબસિંહ સૈની આવતીકાલે શપથગ્રહણ કરશે
