હરમનપ્રિત સિંહના નેતૃત્વમાં ભારતીય હૉકી ટીમે સ્પેનને 2-1થી હરાવીને ઐતિહાસિક મેચમાં 52 વર્ષ બાદ કાંસ્ય ચંદ્રક જીત્યો છે. 1972માં મ્યુનિક રમતો બાદ પહેલીવાર ભારતે સતત 2 વખત ઓલિમ્પિક મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી છે. હૉકી ઇન્ડિયાએ 2024માં પેરિસ ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતવા બદલ પુરુષ હૉકી ટીમના પ્રત્યેક ખેલાડીને 15 લાખ રૂપિયા, જ્યારે સહયોગી સ્ટાફના પ્રત્યેક સભ્યને 7.5 લાખ રૂપિયાનું રોકડ ઇનામની જાહેરાત કરી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને આ જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. સુશ્રી મૂર્મુએ કહ્યું કે ભારતીય ટીમની કુશળતા, સાતત્ય અને સતત આગળ ધપવાના મજબૂત ઈરાદાઓ ભારતના યુવાનોને પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમ સાથે ફોન પર વાત કરી હતી અને સ્પેન સામેની મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 9, 2024 11:03 એ એમ (AM) | હૉકી