ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 26, 2025 5:41 પી એમ(PM) | gujarat news | gujarati news | hamas israel | international news

printer

હમાસ-ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ: ICRC

રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ, ICRCએ જાહેરાત કરી છે કે હમાસ અને ઇઝરાયલ વચ્ચે કેદી-બંધક મુક્ત કરવાનો બીજો તબક્કો પૂર્ણ થઈ ગયો છે. યુદ્ધવિરામ કરારની પ્રારંભિક શરતો હેઠળ આ વિનિમય અમલમાં મૂકવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં, ICRC દ્વારા હાથ ધરવામાં આવેલા સંપૂર્ણ સંકલન અને સમીક્ષા પ્રક્રિયાઓ પછી, 200 પેલેસ્ટિનિયન કેદીઓ અને 4 ઇઝરાયલી બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા. IDF પ્રવક્તા ડેનિયલ હાગારીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, હમાસની કેદમાં 477 દિવસ પછી 4 વધુ ઇઝરાયલી બંધકોનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દરેક બંધક ઘરે ન આવે ત્યાં સુધી ઇઝરાયલનું મિશન સમાપ્ત થયું નથી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ