હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક ચાર મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી છે. આ સૈનિકોને ગાઝા શહેરનાપેલેસ્ટાઇન સ્ક્વેરમાં રેડ ક્રોસ અધિકારીઓને સોંપી દીધા છે. કરીના એરિવ, ડેનિએલા ગિલ્બોઆ, નામા લેવી અનેલીરી અલ્બાગે મુક્ત થયા બાદ પેલેસ્ટાઇન સ્કેવરમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.ઇઝરાયેલ અને ગાઝાવચ્ચેની યુધ્ધવિરામ સમજૂતિ હેઠળ આ બંધકોનું બીજું આદાનપ્રદાન છે. આ સમજૂતિ ગાઝામાંયુધ્ધનાં કાયમી અંત માટેનો પાયો ઊભો કરશે.ઇઝરાયલ અને હમાલવચ્ચેના યુદ્ધવિરામ કરારની શરતો હેઠળ, હમાસેસેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાના બદલામાં છ અઠવાડિયા દરમિયાન 33 બંધકોનેમુક્ત કરવાનાં છે.7 ઓક્ટોબર 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારથી શરૂ થયેલું યુધ્ધ હાલમાં સમજૂતિનેકારણે અટકી ગયું છે.
Site Admin | જાન્યુઆરી 25, 2025 6:26 પી એમ(PM) | યુદ્ધવિરામ
હમાસે યુદ્ધવિરામ કરારના ભાગ રૂપે ગાઝામાં બંધક 4 મહિલા ઇઝરાયલી સૈનિકોને મુક્ત કરી
